Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પાકિસ્તાનમાં બસ ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 30ના મોત :40 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 30 મુસાફરોના મોત થયા છે અને 40 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલો પૈકીના 4ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મુઝફ્ફરગઢના ડેરા ગાજી ખાન પાસે તનુસા રોડ પર આ અકસ્માત થયો હતો અને મૃતકઆંક હજુ ઉંચો જશે તેવી આશંકા છે.

દુર્ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચિકિત્સાકર્મીઓના કહેવા પ્રમાણે 18 લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

જાણવા મળ્યા મુજબ બસ ખૂબ સ્પિડમાં ચાલી રહી હતી અને અકસ્માત સમયે તેમાં 75 મુસાફરો સવાર હતા. બસમાં સવાર મોટા ભાગના મુસાફરો મજૂરો હતા જે ઈદના તહેવારની રજા માણવા ઘરે જઈ રહ્યા હતા. અકસ્માતનો ભોગ બની તે બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી.

(6:00 pm IST)