Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ જોબ લેસ ક્લેઇમની સંખ્યા ઘટીને 3 લાખ 60 હજાર એ પહોંચી

નવી દિલ્હી: બેકારીના લાભો મેળવવા માટે અરજી કરનારા અમેરિકનોની સંખ્યા કોરોના મહામારી શરૃ થઇ તે સમયથી અત્યાર સુધીની સૌથી ઓછી નોંધવામાં આવી છે. આ સંખ્યા ઘટવાને કારણે પુરવાર થઇ રહ્યું છે કે અમેરિકન અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીની મંદીમાંથી બહાર આવી રહ્યું છે.

લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ગત સપ્તાહમાં જોબ લેસ ક્લેઇમની સંખ્યા ૨૬૦૦૦ ઘટીને ૩,૬૦,૦૦૦ થઇ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૃઆતમાં જાન્યુઆરીમાં આ સંખ્યા ૯,૦૦,૦૦૦ પર પહોંચી ગઇ હતી. અમેરિકન અર્થતંત્ર જે ઝડપથી મંદીમાંથી બહાર આવી રહ્યું છે તેના પરથી એવુ લાગી રહ્યું છે કે અમેરિકન અર્થતંત્ર ચાલુ વર્ષે સાત ટકાના દરે વિકાસ કરશે. જે ૧૯૮૪ પછીનો સૌથી ઉંચો વિકાસ દર હશે. ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સીનેશનને કારણે કોરોનાના નવા કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં એક સપ્તાહમાં સરેરાશ ૨,૫૦,૦૦૦ કેસો નોંધવામાં આવતા હતાં જે હવે ઘટીને ૨૫,૦૦૦ થઇ ગયા છે.

 

(5:58 pm IST)