Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક

જોઇતી હોય તો ૪૮ કલાક પહેલા ઓર્ડર આપવો પડે

ન્‍યુયોર્ક,તો ૧૯:મોંઘામાં મોંઘી સેન્‍ડવિચની કિંમત કેટલી હોઈ શકે- વધુમાં વધુ ૨ કે ૩ હજાર? પરંતુ ન્‍યૂયોર્કની એક રેસ્‍ટોરન્‍ટમાં એવી સેન્‍ડવિચ બનાવવામાં આવે છે જે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચ છે. આ સેન્‍ડવિચનું નામ છેલ્લા ૭ વર્ષથી દુનિયામાં સૌથી મોંઘી સેન્‍ડવિચ તરીકે નોંધાયેલું છે.

Guinness World Recordsમાં આ સેન્‍ડવિચને દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચ માનવામાં આવી છે. તે ન્‍યૂયોર્કની Serendipity ૩ નામની રેસ્‍ટોરન્‍ટમાં પીરસવામાં આવે છે. આ સેન્‍ડવિચનું નામ છે- Quintessential Grilled Cheese. નામથી જ ખબર પડી જાય છે કે સેન્‍ડવિચમાં દુનિયાની સૌથી મોંઘી ચીઝ સામેલ કરવામાં આવી છે. તેમાં સોનાનો વરખ પણ ઉપયોગમાં લેવાય છે, જે સેન્‍ડવીચ પ્રેઝન્‍ટેબલ હોવાની સાથે જ ખાસ પણ બનાવે છે.

Quintessential Grilled Cheeseના ફ્રેન્‍ચ પુલમૈન શેમ્‍પેન બ્રેડના બે પીસથી બનાવવામાં આવે છે. ત્‍યારબાદ સેન્‍ડવિચને Dom Perignon champagne અને સોનાની ખાવાલાયક વરખથી તૈયાર કરવામાં આવે છે. સેન્‍ડવિચ બનાવવામાં ટ્રફલ બટરનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ દુર્લભ Caciocavallo Podolico cheeseના પણ ઉપયોગમાં લેવાય છે. સેન્‍ડવિચને ખાસ South African Lobster Tomato Bisque ડિપથી ક્રિસ્‍ટલ પ્‍લેટમાં સર્વ કરવામાં આવે છે. તેને બનાવનારા શેફ કહે છે કે ઓછામાં ઓછો ૪૮ કલાક પહેલા ઓર્ડર કરવો પડે છે, કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્‍તુઓ એકત્ર કરવામાં થોડી મુશ્‍કેલી થાય છે. તેનો કુરકુરો અને ક્રિમી ટેસ્‍ટ બિલકુલ અલગ છે.

આ ખાસ સેન્‍ડવિચમાં ઉપયોગમાં લેવાતી Caciocavallo Podolico ચીઝ દુનિયાની કેટલીક દુર્લભ ચીઝ પૈકી એક છે. તેને દક્ષિણ ઈટલીથી ઇમ્‍પોર્ટ કરવામાં આવે છે. તે ખાસ પ્રકારની ગાયના દૂધથી તૈયાર થાય છે, જે વર્ષમાં માત્ર બે મહિના જ દૂધ આપે છે. સેન્‍ડવિચને સર્વ કરતા પહેલા ચાર મિનિટ માટે ગ્રિલ કરવામાં આવે છે, જેથી ચીઝ બબલ થવાનું શરૂ થઈ જાય. આ સેન્‍ડવિચના ખાસ ઇન્‍ગ્રેડિટન્‍ટ્‍સ જ તેને દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચ બનાવે છે. જેની કિંમત ૨૧૪ અમેરિકન ડોલર એટલે કે ૧૬૦૦૦ ભારતીય રૂપિયા છે.

(10:35 am IST)