Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઉતરી ઇરાકમાં આઇએસના 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: ઉતરી ઇરાકમાં સિરિયાની સીમા નજીક અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટ આઇએસના આતંકવાદી સંગઠનના 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે ઈરાકી સેનાએ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા ઇરાક સિરિયાની સીમા નજીક બાજ જિલ્લામાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં 6 આતંકવાદીનાં મોત નિપજ્યા છે અને તેમની ગુફા પણ બળીને ખાખ થઇ ગઈ છે.

(5:37 pm IST)