Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ફિલીપીંસમાં દર્દનાક દુર્ઘટનામાં 9 વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બન્યા

નવી દિલ્હી: ફિલીપીંસમાં થયેલ એક દુર્ઘટનામાં શાળાના નવ બાળકો મોતના મોઢામાં ધકેલાયા છે જયારે અન્ય 16ને ગંભીર રીતે ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ટ્રક ચાલકે ઢાળ વાળા રસ્તા પર પોતાનું નિયંત્રણ ખોઈ બેસતા  આ વાહન દુર્ઘટનાનું શિકાર બન્યું છે અને તેમાં નવ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે તેમજ અન્ય 16ને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ દુર્ઘટના મધ્ય સેબુ પ્રાંતના બોલજુન શહેરમાં સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:37 pm IST)