Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાબુલ વિશ્વ વિદ્યાલયની બહાર બોંબ વિસ્ફોટના કારણે 6ના મોત: 27ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં કાબુલ વિશ્વવિદ્યાલયની બહાર આજ રોજ બપોરના સમયે બહાર થયેલ એક દર્દનાક વિસ્ફોટમાં 6 મોતને ભેટ્યા છે તેમજ અન્ય 27ને ગંભીર રીતે ઇજા પહોંચી છે  પોલીસ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી અને મોટા પાયે આ વિશ્વવિદ્યાલયને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

(5:36 pm IST)