Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કેન્સરથી બચાવશે 'પિતાંબરા' અને 'સમૃધ્ધી' પ્રજાતીની હળદર

બારાબંકી, તા., ૧૯:  કેન્સર જેવી ગંભીર બિમારીને દુર કરવા માટે સિમ પિતાંબરા અને સમૃધ્ધી પ્રજાતીની હળદર કારગત નિવડશે. સિમેપ દ્વારા હળદર ઉપર રિસર્ચ કરી નવી પ્રજાતીનું બીજ ઉત્પાદન કરવા ૪ રાજયોમાં કામ હાથ પર લેવાયું છે.  ર૦ર૧ માં આ નવી પ્રજાતીની હળદરને યોજનામાં સામેલ કરી તેનું ઉત્પાદન વધારવામાં આવશે. ઉતરપ્રદેશના બારાબંકી જીલ્લામાં બીજ ઉત્પાદનમાં આ યોજના સામેલ કરવામાં આવી છે. લોકોની તંદુરસ્તી વધારવા અને ખેડુતોની આવક બમણી કરવાનો આ યોજનાનો આશય છે.

ઔષધ વિજ્ઞાન અને સંશોધન ઉપર કામ કરતી સિમેપ દ્વારા સિમ પિતાંબરા અને સિમ સમૃધ્ધી પ્રજાતીની હળદર લેબોરેટરીમાં રિસર્ચ કરી તૈયાર કરવામાં આવી છે. સિમેપનો સિલ્વર જયુબેલી કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર-ર૦૧૬માં લોન્ચ કર્યો હતો. લેબમાં તૈયાર કરવામાં આવેલી ઉચ્ચ ગુણવતાપુર્ણ હળદરના બિયારણના ઉત્પાદન માટે ૪ રાજયોને જળવાયુંની પર્યાપ્તતા ધ્યાને રાખી પસંદ કરવામાં આવ્યા છે. આ રાજયોને બીજના ઉત્પાદન પછી બિયારણ સિમેપને પરત કરવાની શરત સાથે સામેલ કરવામાં આવ્યા છે.  મહારાષ્ટ્ર, તેલંગણા,  આંધ્રપ્રદેશ અને ઉતરપ્રદેશને આ માટે પસંદ કરાયા છે. બારાબંકી જીલ્લાના સુરતગંજના ગામ દોલતપુર નિવાસી ઔષધીય અને મસાલા ખેતી કરતા પ્રગતીશીલ ખેડુત અમરેન્દ્રસિંહને આ ખેતીનો સારો એવો અનુભવ છે. તેમનું કહેવું છે કે, હલ્દીનું પીળાપણું કુરકુમા હોય છે. દેશી હળદરમાં આની ટકાવારી પ ટકા હોય છે જયારે રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવેલી સિમ પિતાંબરા અને સિમ સમૃધ્ધી પ્રજાતીની હળદરમાં કુરકુમાનું પ્રમાણ ૧ર ટકા મળે છે.

ડોકટરોના કહેવા મુજબ કુરકુમા (પીળાપણું) હળદરનું પાયાનું તત્વ છે જે શરીરના રોગો સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરે છે. પીળાપણું શરીરને તાકાત આપવાની સાથે દુઃખાવાને કાબુમાં કરવામાં પણ મદદરૂપ છે. આના ઉપયોગથી કેન્સરનો ખતરો ઘટી જાય છે. મેગ્નેશીયમ, પોટેશીયમ, આઇરન, વિટામીન બી-૬, ઓમેગા-૩, ઓમેગા-૬, ફેટીએસીડ અને એન્ટીસેપ્ટીક ગુણોથી ભરપુર હળદર નેચરલ હિલરનું કામ કરે છે. તેમાં મોજુદ કરકયુમીન સૌથી વધુ ગુણકારી છે.

(3:35 pm IST)