Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વર્જિન મેરીના આંસુ ઓલિવ ઓઇલના છે

લંડન તા.૧૯ : આપણે ત્યાં આસ્થાળુ લોકોને ત્યાં ગણપતિજી દૂધ પીવા લાગે છે અને ઘરની દીવાલ પર સાંઇબાબાનાં દર્શન થાય છે.એવું જ પશ્ચિમના કેથલિક લોકોમાં ઘણી વાર વર્જિન મેરીની મૂર્તિ આંસુ પાડતી જોવા મળે છે. હજી મે મહિનામાં જ ન્યુ મેકિસકોના હોબ્સ શહેરમાં આવેલી અવર લેડી ઓફ કેથલિક ચર્ચમાં વર્જિન મેરીનું સ્ટેચ્યુ આંસુ પાડતું જોવા મળ્યું હતું. સ્વાભાવિકપણે અહીં પણ આસ્થાળુઓનો મેળાવડો જમા થઇ ગયો. કેટલાકનો દાવો હતો કે આ આંસુમાંથી ગુલાબની સુગંધ આવે છે તો કેટલાકને એ ખાસ પવિત્ર કાર્યોમાં વપરાતાં ઓઇલ જેવું લાગ્યું જો કે કેટલાક સાયન્ટિફિક વિચાર ધરાવતા લોકોને ઉત્સુકતા જાગી કે આ આંસુડાં શાનાં છે અને કયાંથી પેદા થાય છે ? હમણાં થોડાક સમય પહેલાં જયારે મેરીનું સ્ટેચ્યુ રડતું હતું ત્યારે ચુપકેથી એના આંસુનું સેમ્પલ લઇ લેવામાં આવ્યંુ. આ દ્રવ્યને હાથમાં અડતાં વૈજ્ઞાનિકોએ સૌથી પહેલું તારણ કાઢેલું કે નકકી આ કોઇ ઓઇલ હોવું જોઇએ. જયારે એ પ્રવાહીનું કમ્પોઝીશન તપાસતાં એ ઓલિવ ઓઇલ છે એ નકકી થયું છે. કોઇ મૂર્તિમાંથી કુદરતી રીતે ઓલિવ ઓઇલ પેદા થાય એ વાત હજી સંશોધકોને પચતી નથી. પરંતુ એને સુપરનેચરલ માની લેવામાં નથી આવી. હવે મૂર્તિમાં ચીકાશવાળુ દ્રવ્ય કયાંથી આવ્યું એ આર્કિઓલોજિકલ સંશોધનનો વિષય બન્યો છે.(૬.૧૪)

(4:15 pm IST)