Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ચીને તાઈવાનની હવાઈ સરહદમાં સાત લડાકુ વિમાન ઘુસાડ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: તાઈવાનની હવાઈ સરહદમાં ચીને સાત-સાત લડાકુ વિમાનો એક સાથે ઘૂસાડયા હતા અને તાઈવાનની ઉશ્કેરણી કરી હતી. એક મહિનામાં ચીને તાઈવાનમાં છઠ્ઠી વખત ઘૂસણખોરી કરી હતી. તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટીફિકેશન ઝોનમાં ચીનના સાત લડાકુ વિમાનો ઘૂસી આવ્યા હતા. ચીન સતત તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસીને શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. એક મહિનામાં છઠ્ઠી વખત તાઈવાનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. તાઈવાનની વાયુસેનાના લડાકુ વિમાનોએ ચીની લડાકુ વિમાનોનો પીછો કર્યો હતો અને તેને હવાઈ સીમામાંથી ભગાડયા હતા. એટલું નહીં, રેડિયો સિગ્નલથી ચીનના લડાકુ વિમાનોને પાછા ફરી જવાની ચેતવણી પણ આપી હતી. ચીને હજુ તો એક સપ્તાહ પહેલાં એક સાથે ૨૮ લડાકુ વિમાનોને તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસાડયા હતા. લડાકુ વિમાનોને અવારનવાર તાઈવાનમાં મોકલીને ચીન તાઈવાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યું છે.

(11:22 pm IST)