Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

માણસના મનમાં ચાલતી પ્રક્રિયાને જાણવા માટે અમેરિકાએ નવું હેલ્મેટ બનાવ્યું

નવી દિલ્હી: માણસના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ કળી શકતુ નથી પણ અમેરિકાનાં કેલિફોર્નીયા સ્થિત એક સંસ્થાને એવુ હેલ્મેટ બનાવ્યુ છે જે પહેરનારનાં મગજમાં શું ચાલી રહ્યું છે તે બતાવી દેશે! કર્નેલ નામની સંસ્થાનને બાયોહેકર બ્રાયન બેનસ નામની વ્યકિતએ શરૂ કરી છે. તે લાંબા સમયથી એક મિશન પર કામ કરી રહ્યો છે. જે માણસના મગજને સીધુ એક આર્ટિફીશીરલ ઈન્ટેલીજન્સ સાથે જોડી શકે છે અને તે સફરની શરૂઆત હવે થઈ ચૂકી છે. જોનસને જે હેલમેટ શોધ્યુ છે તેનાથી મગજની દરેક ગતિવિધીને અગણિત સમય માટે રીડ (વાંચી) કરી શકાય છે. જે કોઈના મસ્તિષ્કમાં ન્યુરોન્સનું વિશ્ર્લેષણ કરી શકે છે અને મગજને વાંચવામાં સક્ષમ છે. એક રિપોર્ટ અનુસાર હોલ જોનસને બે હેલ્મેટ તૈયાર કર્યા છે અને તેનું પરીક્ષણ પણ થઈ ચુકયુ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે બન્નેનું પરીક્ષણ ખૂબ સકારાત્મક રહ્યુ છે. હેલ્મેટમાં એકનુ નામ કોડમેન ફલો છે અને બીજાનું નામ ફલકસ છે.ફલો હેલ્મેટ મગજના ઉંડાણમાં લોહીમાં ચોકકસ ઓકિસજન માપવા માટે લેસર લાઈટનો ઉપયોગ કરે છે.જયારે ફલેકસ ન્યુરોન્સ ફાયરીંગનાં ઈલેકટ્રીકલ ઈમ્પલ્સને રેકોર્ડ કરે છે. તેની કિંમત 50 હજાર ડોલર અર્થાત લગભગ 37 લાખ રૂપિયા છે. હેલ્મેટ લોકો માટે કોઈ વરદાનથી કમ નથી જે માનસીક વિકાર કે સ્ટ્રોકનો શિકાર બની ગયા છે.

(11:21 pm IST)