Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમેરિકાના કેલિફોર્નિયામાં ચાલુ ડ્રાઈવિંગે શખ્સે કર્યું કંઈક એવું કે આવી ગઈ એટલી ગંભીર નોબત

નવી દિલ્હી: અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યના સેન જોસ શહેરમાં એક ટ્રક ડ્રાઈવર પર એક મહિલાની હત્યા અને બે લોકોને ગંભીરરીતે ઈજા પહોંચાડવાનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવર ચાલતી ટ્રકમાં ઓરલ સેક્સ કરી રહ્યો હતો, ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના દરમિયાન તે ભયંકર નશામાં પણ હતો. દુર્ઘટનામાં 35 વર્ષની મહિલાનું મોત થઈ ગયું અને તેની સાથે બેઠેલા બે લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. ટ્રકથી સેન જોસ નામના એક બારમાં ટક્કર મારી દીધી હતી, જેને કારણે ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આરોપી ટ્રક ડ્રાઈવર એલિક્સ મોરીનો વિરુદ્ધ હત્યા અને નશામાં ટ્રક ચલાવવાનો મામલો નોંધી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

(11:21 pm IST)