Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ન્યુઝીલેન્ડના ઉત્તર પૂર્વ પ્રાંતમાં 7.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યૂઝિલેન્ડના ઉત્તરપૂર્વમાં ૭.૪ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાના પગલે લોકો ભયભીત બન્યા હતા. સ્થાનિક સમય પ્રમાણે મધરાતે ૧ઃ૦૦ વાગ્યે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું એપી સેન્ટર કેર્માડેક આઇલેન્ડ્સના દક્ષિણમાં દરિયાની ૩૩ કિલોમીટર નીચે હતું.

               મોટી તીવ્રતાના ભૂકંપના પગલે એપી સેન્ટરથી ૩૦૦ મીટરના વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા નથી. જોકે સોશિયલ મીડિયામાં લોકોએ પોતાના ભૂકંપના અનુભવને શેયર કર્યો હતો.

(5:54 pm IST)