Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ઓએમજી.... સ્વિટ્ઝર્લેન્ડમાં આ માણસ મુસાફરી દરમ્યાન આ શખ્સ ભૂલી ગયો એવું કે પોલીસ શોધી રહી છે સામેથી

નવી દિલ્હી: ટ્રેનમાં ઘણા ભૂલકણાં લોકો પોતાની બેગ-બિસ્તરા કે મોબાઈલ-વોલેટ જેવી ચીજો ભૂલી જતાં હોય છે. જોકે, કોઈ ટ્રેનમાં જથ્થાબંધ સોનું ભૂલીને જતું રહે તેવી તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. પણ આવી ઘટના સ્વિત્ઝર્લેન્ડમાં બની છે. જ્યાં એક ટ્રેનમાંથી અધધધ કહી શકાય તેવું ત્રણ કિલો સોનું બિનવારસી મળી આવ્યું હતુ, જેની કિંમત હાલમાં 2.78 લાખ ડોલર છે એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 2.12 કરોડ.

                   સ્વિત્ઝર્લેન્ડના અધિકારીઓ હવે આ ત્રણ કિલો સોનાના સાચા માલિકને શોધી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ સોનું અધિકારીઓને ગત વર્ષે ઓક્ટોબરમાં મળ્યું હતું અને તેમણે રેલવે સ્ટેશનોના CCTV ફૂટેજ તેમજ ટિકિટોની વિગતોની ઊંડાણપૂર્વકની ચકાસણી કરી હતી, છતાં તેના માલિકની માહિતી ન મળતાં આખરે આખી વાત મીડિયા સમક્ષ રજૂ કરવી પડી હતી. સ્વિત્ઝર્લેન્ડના નિયમ અનુસાર આ સોનાનો માલિક 5 વર્ષ સુધી તેના પર પોતાનો દાવો કરી શકશે અને જો પાંચ વર્ષમાં કોઈ દાવો નહી કરે તો તેણે તેનો હક્ક અને 3 કિલો સોનું ગુમાવવું પડશે.

(5:55 pm IST)