Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ઓસ્ટ્રેલિયામાં થયો મોટો સાઇબર હુમલો:સરકારી સહીત ખાનગી ક્ષેત્રો બન્યા નિશાન

નવી દિલ્હી: ઓસ્ટ્રેલીયામાં એક મોટો સાઈબર હુમલો કરાયો હતો જેમાં સરકારી ખાનગી ક્ષેત્રોને નિશાન બનાવવામાં આવ્યા છે.સમાચાર એજન્સીનાં જણાવ્યા મુજબ આ હુમલો કોઈ સંગઠીત ટોળીએ કર્યો છે કે તેની પાછળ કોઈ દેશનો હાથ છે એ બાબતની તપાસ થઈ રહી છે.

                  પીએમ મોરીસને જણાવ્યું હતું કે આ કોઈ નવુ જોખમ નથી એટલે ઓસ્ટ્રેલીયાઈ સંગઠનોને જરૂરી સલાહ અપાઈ છે. જેથી તે ઊચિત પગલા ઉઠાવી શકે.અત્યાર સુધી થયેલી તપાસમાં હજુ કોઈ મોટા પ્રમાણમાં ડેટા ચોરીનો કોઈ ખુલાસો નથી થયો. ઓસ્ટ્રેલીયાની સુરક્ષા એજન્સીઓ સહયોગીઓ અને ભાગીદારો સાથે મળીને તેની તપાસ કરી રહી છે.

(5:51 pm IST)