Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

દક્ષિણ આફ્રિકાના ધનવાન એનઆરઆઇ વ્‍યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રના હાઇપ્રોફાઇલ લગ્નને લઇને વિવાદ

દેહરાદૂન: દક્ષિણ આફ્રિકાના ધનવાન એનઆરઆઇ વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રના સ્કી રિસોર્ટ ઔલીમાં થઇ રહેલા હાઇપ્રોફાઇલ લગ્નને લઇને પર્યાવરણીય ચિંતાઓ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મંગળવારે તેને ખોટો મુદ્દો બનાવવા પર વાંધા ઉઠાવ્યો અને કહ્યું કે તેનાથી ઉત્તરાખંડની ‘વેડિંગ ડેસ્ટિનેશન’ તરીકે અલગ ઓળખ ઉભી થશે. ગુપ્તા બંધુઓમાંથી અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંતના લગ્ન 19-20 જૂન જ્યારે અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન 21-22 જૂને થઇ રહ્યાં છે.

50-55 બોલીવુડ સ્ટાર્સ થશે સામેલ

જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, લગ્ન પર 200 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. ઔલીમાં 50થી 55 બોલીવુડ સ્ટાર્સ પણ લગ્ન સમારોહમાં સામેલ થવાના છે. મુખ્યમંત્રી રાવતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં દેહરાદૂનમાં થયેલા ઇન્વેસ્ટર્સ સમિટ પહેલા તેઓ મુંબઇ ગયા હતા અને ત્યાં તેમણે રોકાણકારોને ઉત્તરાખંડની ઘણી સુંદર જગ્યાઓ વિશે જણાવ્યું હતું.

‘વેડિંગ ડેસ્ટિનેશન’

રાવતે કહ્યું કે, તેમણે રોકાણકારો અને વેપારીઓને જણાવ્યું હતું કે, લગ્ન કરવા માટે વિદેશ જવાની જરૂરીયાત નથી અને ઉત્તરાખંડમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે. જ્યાં લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, ગુપ્તા બંધુઓએ તેમના પુત્રોના લગ્ન માટે ઔલીને પંસદ કર્યું અને તેનાથી ઉત્તરાખંડની ‘વેડિંગ ડેસ્ટિનેશન’ તરીકે અલગ ઓળખ ઉભી થશે.

રાવતે ઔલીમાં ઘાસનું મેદાન હોવાના કારણે વ્યક્ત કરવામાં આવેલી પર્યાવરણીય ચિંતાઓને બિનજરૂરી ગણાવી અને કહ્યું કે, ઔલી ઘાસનું મેદાન નહીં પરંતુ એવી ભૂમી છે જ્યાં આખું વર્ષ પર્યટકો આવતા રહે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અહીં પહેલાથી જ ગઢવાલ મંડળ વિકાસ નિગમ સહિત ઘણી હોટલ હાજર છે અને તેના વિશે કોઈ વિવાદ હોવો જોઈએ નહીં.

કોણ છે ગુપ્તા બંધુ

મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાથી ગુપ્તા બંધુ એક સમયે દુબઇમાં વસવાટ કરી રહ્યાં હતા. 1990ના દશકમાં તેઓ ભારતથી ઇમિગ્રન્ટ્સના રૂપમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. ગુપ્તા બંધુ ત્રણ ભાઇ છે. અતુલ, રાજેશ અને અજય. ત્યાં તેમણે કોમ્પ્યૂટર, ખાણ અને ઇન્જિનિયરિંગ ક્ષેત્ર વ્યવસાય શરૂ કર્યો અને સફળતા મળેવી. ગુપ્તા બંધુઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ જેકબ ઝુમાથી નિકટતા વધારી હતી. તેમના પ્રભુત્વથી ગુપ્તા બંધુઓએ સરકારી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યા. જોકે તેમના પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ લાગ્યા છે.

(5:12 pm IST)
  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST

  • નવી મુંબઇમાં કળંબોલી સ્કુલ પાસે બોમ્બ મળતા હાઇ એલર્ટઃ પોલીસ બંદોબસ્ત વધારાયો access_time 3:19 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવો વળાંક : ભાજપમાં જોડાયેલા તમામ બાગીઓ ગેરહાજર : કોંગ્રેસના વ્હીપથી બચવા માટે સામાન્ય સભામાં ડોકાયા જ નહિં : કોંગીના ૧૮ જેટલા સભ્યોની હાજરીમાં સભા શરૂ access_time 1:07 pm IST