Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

દવા વગર ઘટાડો તમારૂ કોલેસ્ટ્રોલ

હાવર્ડ મેડીકલ સ્કૂલ દ્વારા જારી કરવામાં આવેલી એક સલાહમાં દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડવાનો નુસ્ખો સુઝાડવામાં આવ્યો છે. તમારૂ ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલ ખાનપાનમા થોડા સુધારા કરીને જ કંટ્રોલમાં કરી શકાય છે. હૃદય માટે ખરાબ કોલેસ્ટ્રોલ જોખમરૂપ હોય છે. આ સંજોગોમાં તમારા ડોકટર તમને ખાનપાન અને કસરત ઉપરાંત દવાઓ આપતા હોય છે. જો તમે માત્ર ખાનપાનમાં એક ફેરફાર કરી કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગતો હો તો શું કરવુ જોઈએ ? તે સેંકડો પુરૂષો અને યુવતીઓ ઉપર છેક ૨૦૧૨થી થયેલા સર્વેના અંતે તારણ કાઢવામાં આવ્યુ છે. ખાનપાનમાં કરવામાં આવેલા ફેરફારથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટે છે જ્યારે કસરત કરવાથી ઓવરઓલ કોલેસ્ટ્રોલ ઘટે છે. એરોબીકસ જેવી એકસરસાઈઝ તમારા રૂટીનમાં સમાવવાથી તમારૂ હૃદય વધુ હેલ્ધી રહે છે.

સ્ટડીમાં જુદા જુદા લો ફેટ, લો કેલેરી સાથેના ખોરાક લેતા લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. બ્રિઘમ વુમેન્સ હોસ્પીટલના ન્યુટ્રીશ્યન વિભાગના ડાયરેકટર કેથી મેકમેનસના મત મુજબ ફુડ મેન્યુફેકચરર્સ દ્વારા ટ્રાન્સ ફેટસનો ઉપયોગ તેમની પેકેજડ બેક્ડ આઈટમોની લાંબો સમય જાળવણી માટે કરતા થયા છે. આ ટ્રાન્સ ફેટનો ઉપયોગ ટાળવાથી તમારી મુશ્કેલી આસાન થઈ શકે છે. તમે ફુડ પેકેટ ખરીદતા પહેલા જો તેના રેપર ઉપર ઈન્ગ્રીડીએન્ટસના લીસ્ટમાં 'પાર્સીયલી હાઈડ્રોજીનેટેડ' શબ્દ વાંચો તો આ પ્રોડકટને પાસ કરી દો. જો તમારા આસપાસના રેસ્ટોરન્ટમાં ટ્રાન્સ ફેટસ ઉપર પ્રતિબંધ ન હોય તો ઓર્ડર આપતા કુકને પૂછો કે તેઓ પાર્સીયલી હાઈડ્રોજીનેટેડ ઓઈલનો ઉપયોગ કરે છે ? મેકમેનસ વધુમાં કહે છે કે, સેચ્યુરેટેડ ફેટસ (ચરબી) અને ડાયટરી કોલેસ્ટ્રોલ એનીમલ પ્રોડકટસમાંથી આવતુ હોય છે જે હાર્ટ માટે તંદુરસ્ત નથી મનાતુ પરંતુ ઓછી માત્રામાં લઈ શકાય. ઈંડા ન્યુટ્રીએન્ટસથી ભરપુર છે. તમારે એક વીકમાં ચારથી વધુ યોકસ (ઈંડાનો પીળો ભાગ) ખાવામાં ઉપયોગ ન કરવો જોઈએ. ઈંડાનો સફેદ ભાગ વારંવાર તમારા ખાનપાનમાં સમાવી શકો છો. તજજ્ઞ મહિલાએ રેડમીટ, શ્રીમ્પ, લોબ્સ્ટર, વધુ ચરબીવાળી ચીઝ, માખણ અને પ્રાણીના અવયવોવાળા મીટનો ઓછી માત્રામાં ઉપયોગ કરવાથી તમારૂ હૃદય તંદુરસ્ત રહી શકે તેમ પણ જણાવ્યુ છે.

(3:32 pm IST)