Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૧૧ ફૂટ લાંબા શિંગડાઃ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

ટેકસાસઃ અમેરિકાના એક પ્રાણીએ સૌથી લાંબા શિંગડા રાખીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ લોન્ગહોર્ન (દુધાળા પશુની એક જાતિ)ના શિંગડા ૧૧ ફૂટ લાંબા છે. ૭ વર્ષના આ લોન્ગહોર્નનું નામ પોંચો રાખવામાં આવ્યું છે. તેના શિંગડા ૧૦ ફૂટ ૭.૪ ઈંચ લાંબા છે. જે અમેરિકાના ટેકસાસ શહેરમાં રહે છે. અત્યાર સુધી સૌથી લાંબા શિંગડાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સોટો નામના લોન્ગોર્નના નામે નોંધાયેલો હતો. તેના શિંગડા ૧૦ ફૂટ, ૬.૩ ઈંચ લાંબા હતા. તે પણ ટેકસાસમાં જ હતું. પોંચોના માલિક આ ઉપલબ્ધિથી ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે તેઓ પોંચોને ત્યારે લઈને આવ્યા હતા જયારે તે માત્ર ૬ મહિનાનો હતો. પરિવારના મતે, આસપાસના વિસ્તારમાં તે ખુબ જાણીતો છે લોકો તેના લાંબા શિંગડા જોવા માટે આવે છે. પોંચો જોવામાં ડરામણો લાગે છે પરંતુ પરિવારના મતે તે ખુબ જ શાંત સ્વભાવનો છે. તેમણે જણાવ્યું કે પોંચોને ખાવામાં સફરજન, ગાજર અને પાણીમાં ઊગતા ઘાસ વધુ પસંદ છે.

(10:13 am IST)