Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમેરિકામાં સીગારેટના પેકેટ પર 'મૃત્યુકારક' લખવું ફરજિયાત

વોશિંગ્ટન, તા. ૧૯ :. તમાકુ ઉત્પાદનો પર મૃત્યુકારક અને વ્યસનકારક લખવાનો નવો કાયદો સોમવારથી અમલમાં આવ્યો છે અને બીજા નિયમો પણ આવી રહ્યા છે.

અલ્ટ્રીઆ, આર.જે. રેનોલ્ડસ ટોબેકો, બોરીલાર્ડ અને ફીલીપ મોરીસ જેવી કંપનીઓને સ્ટેટમેન્ટમાં ગયા મહિને ફેકરલ કોર્ટે આપેલા રૂલીંગ પછી ૧૮ જૂન સુધીમાં સુધારા કરવાનો આદેશ ઓનલાઈન અપાયો છે. સુધારેલ સ્ટેટમેન્ટમાં ધુમ્રપાનથી મોત, નીકોટીનને લીધે વ્યસન થવું, તંદુરસ્તીમાં કોઈ ફાયદો નથી થતો જેવી પાંચ બાબતોનો સમાવેશ છે.

તેમણે સીગારેટના ધુમાડાની બાજુમાં રહેલા લોકો પર થતી અસર, સીગારેટમાં કેમીકલના મિશ્રણથી નીકોટીન વધારીને વધારે વ્યસની બનાવવા જેવી બાબતોનો રીપોર્ટમાં ખુલાસો આપવો પડશે.

યુ.એસ. ડીસ્ટ્રીકટ જજ ગ્લેડીસ કેસલરના ૨૦૦૬ના રૂલીંગમાં તેમણે કહ્યું હતુ કે તમાકુ કંપનીઓએ સીવીલ રેકેટીંગ કાયદાનો ભંગ કર્યો છે અને ધુમ્રપાનની આરોગ્ય પર થતી અસરો બાબતે અમેરીકન લોકોને કાયદાઓથી છેતર્યા છે તથા પોતાના માર્કેટીંગ દ્વારા બાળકોને તેના સકંજામાં લઈ રહ્યા છે.

(3:44 pm IST)
  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST

  • આંધ્રપ્રદેશ અને બિહાર બાદ ઓરિસ્સાએ પણ માંગ્યો વિશેષ રાજ્યનો દરજ્જો :ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર બાદ નવીન પટનાયકે પછાતપણા અને અનુસૂચિત જાતિ ,જનજાતિ વસ્તીની વધુ ટકાવારીનો હવાલો આપીને વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો ;નિતીઆયોગની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ મોદીને લખ્યો પત્ર access_time 1:03 am IST

  • ચાર- પાંચ દિવસમાં ચોમાસુ ફરી સક્રીય બનશેઃ દેશના ૮૦ ટકા રાજયોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સ્થગીત થઈ ગયું છેઃ જે આવતા પાંચેક દિવસમાં ફરી સક્રીય બને તેવી સંભાવના છેઃ બે- ત્રણ દિવસમાં વાતાવરણ ફરી સક્રીય બનશેઃ ૨૭ જુનથી રાજયભરમાં સારો વરસાદનો રાઉન્ડ આવે તેવા પરીબળો બની રહ્યા છેઃ દરમ્યાન પવનની ગતિમાં ઘટાડો થયો છેઃ ગરમી પણ ઘટી છે પરંતુ અસહય બફારો પ્રવર્તી રહ્યો છે access_time 12:16 pm IST