Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફોટોમાં આંખો બંધ થઇ ગઇ છે? તો હવે ફેસબુક પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી એ ખોલી શકાશે

નવી દિલ્હી તા. ૧૯: ઘણી વાર તસ્વીર ખેંચતી વખતે ઘણા લોકોની આંખો બંધ થઇ જતી હોય છે આવી તસ્વીર ફેસબુક પર અપલોડ કરવી હોય તો હવે ફેસબુક ખાસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિકસાવી રહયું છે. આ સિસ્ટમમાં કેટલાકં ટૂલ્સ આપવામાં આવ્યાં છે જેનાથી ફોટોગ્રાફને સોશ્યલ મિડીયા પર અપલોડ કરતાં પહેલાં ટચઅપ કરી શકાશે. અને બંધ થઇ ગયેલી આંખો ખુલ્લી હોય એવો ભાસ કરાવી શકશે. ફેસબુકના રિસર્ચરોએ જનરેટિવ એડવર્સરિયલ નેટવર્ક નામની ખાસ મશીન લર્નિગ સિસ્ટમ દ્વારા આ કામ કરવાની કોશિશ કરી છે. આ સિસ્ટમ દ્વારા કેટલીક તસ્વીરોમાં વ્યકિતઓની બંધ આંખોને ખુલ્લી બતાવવાનું એડિટિંગ કરવાનો પ્રયોગ પણ તેમણે કર્યો છે. જેમણે ઓરિજિનલ તસ્વીર જોઇ ન હોય તેને એમાં કોઇ કલાકારી થઇ છે એવો અંદાજ પણ નથી આવતો. અલબત્ત, આ સિસ્ટમ હજી પ્રયોગના તબક્કામાં હોવાથી તરત જ ફેસબુક પર આ સર્વિસ નહીં મળે.

(3:44 pm IST)