Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પેન્ક્રિએટિક કેન્સરનું એક આગોતરું લક્ષણ ડાયાબિટીઝ પણ હોઇશકે છે

નવી દિલ્હી તા.૧૯: ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ એ માત્ર તમારી ખરાબ લાઇફ-સ્ટાઇલનું જ લક્ષણ છે એવું નથી. અનકન્ટ્રોલેબલ ડાયાબિટીઝ એ સ્વાદુપિંડના કેન્સરનું આગોતરું લક્ષણ પણ હોઇ શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે કેટલાક દેશોમાં ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં પેન્ક્રિએટિક કેન્સરનું જોખમ બમણાથી વધુ છે. લાંબા સમયથી ચાલ્યો આવતો ક્રોનિક ટાઇપ-ટૂ ડાયાબિટીઝ કરતાં નવો અને એકયુટ ડાયાબિટીઝ હોય એટલે કે હજી હમણાં જ તમને એનું નિદાન થયું હોય અને બ્લડ-શુગર બેફામ અને અનકન્ટ્રલેબલ હોય તો સ્વાદુપિંડના કેન્સરનું આગોતરું સ્ક્રીનિંગ કરાવી લેવું વધુ હિતાવહ છે. આ કેન્સરના ૮૦ ટકા દર્દીઓમાં ડાયાબિટીઝ જોવા મળ્યો છે.

આ એવું પ્રાણઘાતક કેન્સર છે જેનું વહેલું નિદાન અને સારવાર થઇ જાય એ જરૂરી છે. જે દર્દીઓને તાજેતરમાં જ ડાયાબિટીઝ થયો હોય અને કેન્સરનું નિદાન થાય તો તેઓ સર્જરી અને કીમોથેરાપી દ્વારા નવું જીવન પામી શકે છે. સારી વાત એ છે કે સર્જરીથી ટયુમર કઢાવ્યા પછી આ દર્દીઓમાં ડાયાબિટીઝનાં લક્ષણો પણ ગાયબ થઇ જાય છે.

(3:43 pm IST)