Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રેસ્ટોરન્ટમાં ઘોંઘાટિયું મ્યુઝિક વાગતું હશે તો લોકો જંક ફૂડ વધારે ઓર્ડર કરશે: સર્વે

અમેરિકાની સાઉથ ફલોરિડા યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોટેલ કે રેસ્ટોરાંમાં જનારા લોકો ફૂડનો ઓર્ડર કરતાં હોય ત્યારે ત્યાં વાગતા મ્યુઝિકનો પ્રભાવ તેમના પર પડતો હોય છે. જો રેસ્ટોરાંમાં શાંત મ્યુઝિક વાગતું હોય તો કસ્ટમર ટેસ્ટી અને ખિસ્સાને પરવડે એવું ફૂડ ઓર્ડર કરે છે. મ્યુઝિક એકદમ ઘોંઘાટવાળું અને લાઉડ હોય તો કસ્ટમરો જન્ક ફૂડનો ઓર્ડર કરે છે.

(12:53 pm IST)