Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

હવાઇમાં કિલાઉ જ્વાળામુખીમાંથી લાવાની નદી વહેવા લાગીવધુ જોખમકારક બન્યો

હવાઇના બિગ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અંદાજે દોઢ મહિનાથી ફાટી નીકળેલા જ્વાળામુખીને કારણે લાવાની નદી વહેવા લાગી છે. સ્થાનિક પ્રસાશને હાઇ એલર્ટ જાહેર કરી જણાવ્યું કે આસપાસના વિસ્તારોમાં લાવા વધુ જોખમકારક બન્યો છે. 8 નંબરની ફિશરમાંથી ઇસ્ટ રિફ્ટ ઝોન તરફ લાવા વહી રહ્યો છે. આ લાવાના કારણે બ્લાસ્ટ્સ થઇ રહ્યા છે.

(12:33 pm IST)