Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગર્ભમાં રહેલ બાળકને વાયુ પ્રદુષણથી બચાવો

ગુરૂગ્રામ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વાયુ પ્રદુષણની માત્રા ૪૦૦ પીએમ ૨.૫ માઈક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટરથી વધુ છે. ડૉકટરોનું કહેવુ છે કે, સતત વાયુ પ્રદુષણ વધારે દિવસ રહેવાથી ગર્ભમાં રહેલ બાળક માટે જોખમી સાબીત થઈ શકે છે. ડૉકટરોનું કહેવુ છે કે માંના ગર્ભમાં બાળક ઓકિસજન અને ખોરાક લે છે. જો શ્વાસ દ્વારા ઝેરીલો વાયુ અંદર જશે તો ગર્ભમાં બાળકને શ્વાસ લેવામાં ઝેરીલો વાયુ મળશે. જાણકારી અનુસાર, મહિલા રોગ નિષ્ણાંત અને ડેપ્યુટી સિવીલ સર્જન ડૉકટર નીલમ થાપરે જણાવ્યું કે વાયુ પ્રદુષણથી ગર્ભમાં બાળકના ગ્રોથ પર અસર પડે છે. આ ઉપરાંત માંને ઉધરસ કે અન્ય બીમારી થવાનો ભય બની રહે છે. વધારે પડતી મહિલાઓ તેની લપેટમાં આવી જ જાય છે. પરંતુ, આ ત્યારે જ થાય છે જ્યારે વાયુ પ્રદુષણનું સ્તર ઉંચુ હોય છે.

ગર્ભવતી મહિલાને સ્વસ્થ રહેવા માટે આવા સમયે સવારે ટહેલવા ન જવું જોઈએ. જ્યારે વાયુ પ્રદુષણનું સ્તર વધારે હોય, તો એવી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ જ્યાં વાયુ સ્વચ્છ હોય.

(9:41 am IST)