Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાત્રે કાકડીનું સેવન ન કરતા હો...

એ વાત તો બધા જાણે છે કે કાકડીનું સેવન કરવાથી કેટલાય સ્વાસ્થ્યના લાભ મળે છે. પરંતુ, તમે જાણો છો કે કાકડી તમારા માટે નુકશાનકારક પણ સાબીત થઈ શકે છે. જો તમે તેનુ સેવન યોગ્ય રીતે કરતા નથી, તો તમને લાભના બદલે નુકશાન થઈ શકે છે.

કાકડીનું સેવન કરતી વખતે સમયનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે તેનું  સેવન સવારે કરો છો તો તમને કેટલાય પ્રકારના સ્વાસ્થ્યના લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે રાત્રે કાકડીનું સેવન ન કરવુ જોઈએ.

આ ઉપરાંત કાકડીનું સેવન સિમીત માત્રામાં કરવુ જોઈએ, ત્યારે જ તે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. કાકડીમાં કુકુર્બિટાઈન્સ નામનું ઝેરીલુ યોગીક તત્વ હોય છે. જો તમે વધારે માત્રામાં કાકડીનું સેવન કરો તો એટલી જ વધારે માત્રામાં ટોકિસન તમારા શરીરમાં જશે. જેના કારણે લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય અને કિડની સહિતના કેટલાય અંગોમાં સોજો આવી શકે છે. તેથી તેનુ સેવન સંતુલિત માત્રામાં કરવું.

ઉનાળામાં કાકડી ખાવાની સલાહ એટલે આપવામાં આવે છે કારણ કે તે ઠંડી હોય છે. પરંતુ, જો તમે કફ, શરદી કે શ્વાસ સંબંધી કોઈ સમસ્યા છે તો રાત્રે કાકડી ન ખાવી જોઈએ.

(9:41 am IST)