Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

લીવરમાં ખાસ હોર્મોનની હાજરી હોય તો વય વધતી દેખાતી નથી:એક સંશોધનમાં થયો ખુલાસો

નવી દિલ્હી: લો પ્રોટીન ડાયેટ લેવાથી લિવરમાં ફાઇબર બ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર 21 (એફજીએફ 21) હોર્મોન જન્મે છે. આ હોર્મોન આરોગ્યને સારી બનાવી રાખવા અને તંદુરસ્તી સાથે લાંબુ જીવન જીવવામાં મદદ કરે છે. નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત આ રિસર્ચમાં જણાવ્યા મુજબ આ શરીરમાં ગ્લુકોઝના વિઘટનને રોકે છે અને એનર્જીના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના કારણે વજન ઝડપથી વધતું નથી. એક અન્ય ટીમને રિસર્ચમાં જણાયું કે આ હાર્મોન એન્ટી એજિંગ ઇફેક્ટને વધારવાનું કામ કરે છે. લો પ્રોટીન અને કાર્બોહાઇડેટ યુક્ત ડાયેટ લેવું મેટાબોલિક હેલ્થ માટે એક સરખુ લાભદાયક કહેવાયું છે. આ મેક્રોન્યૂટ્રિએન્ટ્સ એફજીએફ 21ને સારી રીતે પ્રવાહિત કરે છે. આ સ્ટડી હાલમાં ઉંદર પર કરવામાં આવ્યો છે. એક નોર્મલ ઉંદરને લો પ્રોટીન ડાયેટવાળા ઉંદરના જીન સાથે સરખાવતા જણાયું કે નોર્મલ ઉંદર બેડોળ દેખાય છે. લ્યુસિઆના સ્ટેટ યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ ક્રિસ્ટોફર મોરિસન જણાવે છે કે એફજીએફ 21 હાર્મોન મગજ સાથે વાત કરે છે અને એ મહેસૂસ થવા દેતું નથી કે ઉંદર લો પ્રોટીન ડાયેટ લઇ રહ્યો છે. તેથી ઉંદરના મેટાબોલિઝમ અને વ્યવહારમાં કોઇ પરિવર્તન થતું નથી. મનુષ્ય પહેલાં ઉંદર પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

 

(6:28 pm IST)