Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જમવાના સમયે પણ પહેરવો પડી શકે છે માસ્ક

નવી દિલ્હી:ઇઝરાયલી ઈન્વેટર્સે કોરોના વાયરસથી દરેક સમયે સુરક્ષિત રહેવા માટે એક રિમોટ કંટ્રોલ માસ્ક વિકસિત કર્યું છે.તેના કારણોસર ભોજન કરતા સમયે માસ્ક ઉતારવાની જરૂર નહીં રહે. પરંતુ આવા માસ્ક સાથે હોટલ તથા ભીડભાડવાળી જગ્યા પર જોખમ ભર્યું રહેશે

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અવિપિપુસ પટેન્ટ્સ એન્ડ ઈંવેંશનના ઉપાધ્યક્ષ અસફ ગિટેલિસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પોતાના કાર્યાલયમાં ડિવાઈસનું પ્રદર્શન  કરતા માસ્કને હાથ રિમોટથી ખોલવાની સૂચના આપી હોવાનું માલુમ પડી રહ્યું છે જયારે માસ્કની નજીક ભોજન પહોંચે ત્યારે માસ્ક રિમોટથી પોતાની જાતે ખુલી જાય તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે.

(6:20 pm IST)