Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બાંગ્લાદેશના ડોક્ટરોએ કોરોના વાયરસની સારવાર માટે પ્રભાવી દવાની શોધ કરી

નવી દિલ્હી: બાંગ્લાદેશના ડોક્ટરોએ દાવો કર્યો છે કે, તેમણે ઘણી દવાઓના કોમ્બિનેશનથી કોરોના વાયરસની સારવાર માટે પ્રભાવી દવાની શોધ કરી છે. ટીમે કહ્યું છે કે, તેમણે જે કોમ્બિનેશનથી દવા બનાવી છે તે કોરોના સંક્રમિતોને સ્વસ્થ પણ કરી રહી છે. જણાવી દઈએ કે, હાલ ઘણા દેશો વાયરસ માટે અસરકારક દવાની શોધ કરી રહ્યાં છે.

                બાંગ્લાદેશ મેડિકલ કોલેજ હોસ્પિટલના મેડિસીન વિભાગના ડાક્ટર મોહમ્મદ તારિક આલમે જણાવ્યું કે, દવાની કોરોના વાયરસના ૬૦ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, બે દવાઓના મિશ્રણથી બનેલી દવાની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

(6:17 pm IST)