Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કોરોનાની લડાઈમાં ભારતીય મૂળની બાળાને ટ્રમ્પે નવાજી

અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામે લડવા માટે અગ્રીમ મોરચે તૈનાત નર્સો અને અગ્નિશામક દળના જવાનોને કુકીઝ અને કાર્ડ મોકલનારી ૧૦ વર્ષની ભારતીય મૂળની બાળકી શ્રવ્યા અન્ના પારેડ્ડીને સન્માનિત કરી હતી. શ્રવ્યા 'ગર્લ સ્કાઉટ ટ્રુપ'ની સભ્ય છે અને મેરિલેન્ડની હનોવર હિલ્સ એલિમેન્ટ્રી સ્કૂલમાં ચોથાં ધોરણમાં ભણે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, કઠિન સમયમાં પણ જે સ્નેહ બાંધે છે તે નવી ઊંચાઈ સુધી લઈ જાય છે. ભારતીય અમેરિકી બાળા શ્રવ્યાના માતા- પિતા આંધ્રપ્રદેશના છે. 'ગર્લ સ્કાઉટ'માં શ્રવ્યા સહિત ત્રણ સભ્ય બાળા કોરોના વોરિયર્સને મદદ કરી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે કોરોના વાયરસ સામે લડવા માટે તૈનાત તમામ કર્મીની મદદ કરનારી બાળાઓને નવાજી હતી.

(4:05 pm IST)