Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ઐસા ભી હોતા હૈ

રાષ્ટ્રપતિ સાથે વીડિયો કોન્ફરન્સિગમાં નિર્વસ્ત્ર થઇને ન્હાતો જોવા મળ્યો કર્મચારી

રિયો ડી જાનેરો, તા.૧૯: કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલનાં દિવસોમાં સમગ્ર વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ કારણે સરકારી ઓફીસથી માંડીને ખાનગી કાર્યાલયો દ્વારા જરૂરી મીટિંગ માટે જુમ એપની મદદ લેવાઇ રહી છે. જો કે આ એપ દ્વારા બ્રાઝીલમાં રાષ્ટ્રપતિ સાથે મીટિંગ દરમિયાન અધિકારીઓ શરમજનક સ્થિતીનો સામનો કરવો પડયો હતો.

જુમ એપ પર બ્રાઝીલના રાષ્ટ્રપતિની મીટિંગ દરમિયાન તે સમયે શરમજનક સ્થિતી પેદા થઇ જયારે એક વ્યકિતએ પોતાનાં વીડિયા ફીડને બંધ કરવાનું ભુલી ગયા અને કેમેરાની સામે નિર્વસ્ત્ર (ન્યૂડ) થઇ ગયો.

આ દરમિયાન મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જે વ્યકિત નિર્વસ્ત્ર થયો ત્યારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો ઓછામાં ઓછા ૧૦ અન્ય લોકોની સાથે લોકડાઉનનાં પ્રભાવ મુદ્દે મીટિંગ કરી રહ્યા હતા.

થોડી સેકન્ડો બાદ જ ઉદ્યોગ વિભાગના પ્રમુખ અધિકારી પાઉલો ગોદેસને લાગ્યું કે વીડિયોમાં શું ચાલી રહ્યું છે. તેમણે જોયું કે લાઇવ વીડિયો દરમિયાન જ મીટિંગમાં ભાગ લેનાર એક કર્મચારી શાવરમાં નિર્વસ્ત્ર થઇને ન્હાઇ રહ્યો હતો. મીટિંગ બાદ આ દ્યટનાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. જો કે સ્થાનિક મીડિયામાં તે વ્યકિતનું નામ નથી લેવામાં આવ્યું. આ અગાઉ એપ્રીલ મહિનામાં બ્રાઝીલનાં એક જજ કોર્ટમાં ઓનલાઇન સુનવણી દરમિયાન શર્ટલેસ જોવા મળ્યા હતા. સુનવણી ચાલુ થતા પહેલા બ્રાઝીલનાં અમાપા રાજયમાં જજ કાર્મો એન્ટોનિયો ડી સૂઝા શર્ટલેસ જોવા મળ્યા હતા.

(11:14 am IST)