Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

એલોવેરાથી બનાવો મેકઅપ રીમૂવર

બધી છોકરીઓને મેકઅપ કરવો ખૂબ જ પસંદ હોય છે. કેટલીક છોકરીઓ મેકઅપ કર્યા વગર ઘરની બહાર નથી નીકળતી. પરંતુ, રાત્રે સૂતા પહેલા ચહેરા પરથી મેકઅપ દૂર કરવો ખૂબ જ જરૂરી હોય છે. મેકઅપ લગાવીને સૂવાથી તમારી ત્વચાના પોર્સ બંધ થઈ જાય છે. જેના કારણે તમને ખીલ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ થાય છે. છોકરીઓ પોતાના મેકઅપને દૂર કરવા માટે માર્કેટમાં મળતા મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરે છે. જેનાથી તમારી ત્વચાને ખૂબ જ નુકશાન પહોંચી શકે છે. તો જાણી લો ઘર પર જ મેકઅપ રીમૂવર બનાવવાની રીત.

મેકઅપ રીમૂવર બનાવવા માટે સૌથી પહેલા અડધો કપ જૈતુનનું તેલ લો. હવે તેમાં બે ચમચી એલોવેરા જેલ નાખી વ્યવસ્થિત મિકસ કરો. હવે તેને એરટાઈટ કંટેનરમાં ભરી ફ્રીઝમાં રાખો. રાત્રે સૂતા પહેલા તેને રૂના એક ટૂકડા પર લગાવી તમારો મેકઅપ દૂર કરો. તેનાથી તમારો મેકઅપ દૂર થઈ જશે અને તમારી ત્વચા મુલાયમ રહેશે. ત્યારબાદ ચહેરાને ફેશવોસથી ધોઈ લો.

(9:43 am IST)