News of Saturday, 19th May 2018

બાળકને રાખવુ છે સ્વસ્થ, તો તેને આ વાતો જરૂર શીખવાડો

બધા માતા-પિતા ઈચ્છે છે કે તેનું બાળક સ્વસ્થ બને. પરંતુ, માત્ર પ્રેમ કરવાથી બાળક સ્વસ્થ બની જાય એવુ જરૂરી નથી. તેના માટે જરૂરી છે કે તમે બાળકોની અંદર કંઈક સારી આદતોનો વિકાસ કરો.

તમે બાળકોને સવારે જલ્દી ઉઠવાની આદત પાડો. તેનાથી બાળકોમાં ભણતર અને તનાવ દૂર થાય છે. સાથે બાળક આખો દિવસ તાજગી અને ખુશી મહેસુસ કરે છે.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે પરંતુ, બાળકને જમીન ઉપર બેસીને ભોજન કરાવવુ એ એક સારી આદત છે. તમે પણ તેની સાથે જમીન ઉપર બેસીને જમવાની આદત પાડી લો. તેનાથી પાચનતંત્ર સારૂ રહે છે અને બ્લડ સર્કુલેશન પણ સારૂ રહે છે. બાળકનું પાચનતંત્ર સારી રીતે કામ કરે તેના માટે તમે બાળકને ૮ વાગ્યા સુધીમાં ભોજન કરાવો અને રાત્રે પણ યોગ્ય સમયે સૂવડાવો. જો બાળકો યોગ્ય સમયે સૂવે છે તો તેની ઉંઘ પૂરી થઈ જાય છે અને બીજા દિવસે તાજગી મહેસૂસ કરે છે.

(9:42 am IST)
  • કર્ણાટકમાં બહુમતી મેળવવા રાજકીય આટાપાટા શરુ :જેડીએસના બે ધારાસભ્યોને ભાજપે હાઇજેક કર્યા: કુમારસ્વામીનો આક્ષેપ :કોંગ્રેસે પણ સ્વીકર્યું કે તેનો એક ધારાસભ્ય સાથે નથી :કુમારસ્વામીએ કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસના સંયુક્ત રીતે 118 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને આપી છે અમારી પાસે સરકાર બનાવવા પૂરતી સંખ્યા છે access_time 11:47 pm IST

  • ઇન્દિરાજી-સંજય ગાંધીના મૃત્યુની આગાહી કરનાર જયોતિષ કહે છે મોદીજી ફરી વડાપ્રધાન બનશેઃ હરિલાલ મિશ્રઃ ઇન્દિરાજી-સંજયગાંધીના મુત્યુની સ્પષ્ટ આગાહી કરનાર હરિલાલ મિશ્રની આગાહી.. નરેન્દ્ર મોદીના ગ્રહો પાવરફુલ, તેમને ચૂંટણીમાં હરાવવા અશકયઃ કેટલાક વર્ષો સુધી મોદી જીતતા રહેશેઃ ૨૦૧૯માં મોદી ફરીથી વડાપ્રધાન બનશેઃ રાહુલ ગાંધીનો સમય સારો નથી, શાંત રહે access_time 11:49 am IST

  • ઓફર ગમે તે થાય કોઈ સભ્ય જશે નહિ :કોંગ્રેસ -જેડીએસના ધારાસભ્યો હૈદ્રાબાદથી લઇ જવાની તૈયારી : હૈદરાબાદથી બેંગલુરુ માટે નીકળતી વખતે જેડીએસના નેતા દેવગૌડાએ કહ્યું કે, 100 કરોડ કે 200 કરોડ જે પણ ઓફર થઈ રહી હોય, ધારાસભ્યો અમારી સાથે છે. અમારો કોઈ સભ્ય ક્યાંય પણ જઈ રહ્યો નથી access_time 9:12 pm IST