Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દુબઇમાં રમઝાનમાં તોપો ફોડવાની સૈકાઓ જૂની પરંપરા હજી પણ જીવંત

યુ. એ. ઇ. આરબ દેશના દૂબઇમાં રમઝાન શરીફના પવિત્ર મહિના દરમ્યાન તોપોનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત ૧૦મી સદીમાં કરવામાં આવી હતી. જે મુજબ રમઝાન મહિનાની શરૂઆત અંગે લોકોને જાણકારી આપવા માટે બે વાર તોપો ફોડવામાં આવે છે. જયારે સમગ્ર મહિના દરમ્યાન ઇફતારના સમયની જાણકારી આપવા માટે દરરોજ એક વાર તોપ ફોડવામાં આવે છે. જયારે રમઝાન મહિનાના અંતમાં પણ બે વાર તોપો ફોડવામાં આવે છે. જયારે ઇદ-ઉલ-ફિત્રના દિવસે નમાઝની પહેલા પણ બે તોપો ફોડવામાં આવે છે. પરંપરાની શરૂઆત ૧૦ મી સદીમાં ઇજિપ્તમાં થઇ હતી. જયારે દૂબઇમાં ૧૯૬૦ ના દશકમાં તેની શરૂઆત થઇ હતી. આ ઉપરાંત શારજાહમાં ૧૯૩૦ ના દશકમાં અને અધુધાબીમાં ૧૯૭૦ ના દશકમાં આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે લોકો ઘણુ સાદગીપુર્ણ જીવન જીવતા હતાં અને તોપોનો અવાજ સાંભળી લોકો ઇફતારી કરતા હતાં.

(2:38 pm IST)