Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

''એક્ષપાયરી ડેટ'' વાંચીને મુંઝાવ છો? તો તમે એકલા નથીઃ તેનો અર્થ શું છે?

મોટા ભાગના અમેરિકનો જરૂર ન હોય તો પણ ખોરાકના પેકેટ ફેંકી દેતા હોય છે અને તે બગડી ગયા હોય એટલે નહીં પણ તેના પર છાપવામાં આવેલી એક્ષપાયરીડેટના કારણે આવું હાલમાં પ્રકાશિત થયેલ વેસ્ટ મેનેજમેન્ટ નામના જર્નલમાં એક અભ્યાસ લેખમાં કહેવાયું છે આ અભ્યાસ માટે ૧૦૦૦ થી વધુ લોકોનો ફુડ પેકેટની તારીખ અને તેમની પ્રતિક્રિયા ઉપર સર્વે કરવામાં આવ્યો હતો.

ઘણાં અમેરીકનોની એવી ખોટી માન્યતા છે એક્ષપાયરી ડેટ પછીના ફુુડ ખાવા સુરક્ષિત નથી (લેબલીંગનો નિર્ણય ફુડ કંપનીઓ પોતાની રીતે લેતી હોય છે અને યુએસડીએ પ્રમાણે આ લેબલીંગ ખોરાક કેટલો તાજો છે તેની જાણ થાય તેટલા માટે કરવામાં આવે છે) રીસર્ચરોને અભ્યાસમાં જાણવા મળ્યું કે આના પરિણામે ૮૪ ટકા લોકો એક્ષપાયરી ડેટની નજીક પહોંચેલા ખોરાકના પેકેટો ફેંકી દેતા હોય છે.

અભ્યાસ એવું દર્શાવે છે કે ગ્રાહકો હાલના લેબલ મીસઅન્ડર સ્ટેન્ડ કરે છે એટલું જ નહીં આ લેબલ પર રાખવામાં આવતો અંધવિશ્વાસ પણ ફુડ પેકેટ ફેંકવા તરફ દોરી જાય છે.

આવો, આપણે આ લેબલો અને ફુડ પેકેટ કયારે ફંેકવા જોઇએ ને જાણીએ...

પેકેજ ફુડના લેબલોમાં ફુડ ડેટનો અર્થ શું છે?

જેનેલ ગુડવીન એક ટેકનીકલ ઇર્ન્ફોમેશન સ્પેશ્યાલીસ્ટ તરીકે યુએસડીએમાં છે, જે આ અભ્યાસમાં સહભાગી નહોતા તેમના કહેવા અનુસાર ''બેસ્ટ બાય''નો મતલબ ખોરાકની ત્યાં સુધી સુગંધ અને ગુણવત્તા મહત્તમ હોય છે. ''સેલ બાય'' દર્શાવે છે કે કોઇપણ સ્ટોર તે વસ્તુને પોતાના સ્ટોરમાં રાખી અથવા ડીસ્પ્લે કરી શકે છે અને ''યુઝ બાય''ની તારીખ તે પેકેટની સારામાં સારી કવોલિટી માટેનો છેલ્લો દિવસ દર્શાવે છે. ગુડવીન અનુસાર આ બધી તારીખો તે પેકેટની ગુણવતા અને તાજગી માટેની છે. સુરક્ષા માટેની નહીં. વેસ્ટ મેનેજમેન્ટના અભ્યાસ અનુસાર ૪૨ ટકા લોકો ''યુઝ બાય'' તારીખને સેફટીની તારીખ જાણે છે અને ૧૯ ટકા લોકો ''સેલ બાય''ની તારીખને સેફટી સાથે જોડે છે.

તારીખ જતી રહી હોય તેવો ખોરાક ફંેકવો જોઇએ?

ગુડવીન કહે છે ક ફકત લેબલ પર લખેલી તારીખ જતી રહી હોય એટલે તે પેકેટ ફેંકી દેવાનંુ કોઇ કારણ નથી. જો તે ઘરે રાખવામાં આવ્યું હોય તો તે દરમ્યાન જો એક્ષપાયરી ડેટ પુરી થઇ હોય તો પણ તે પ્રોડકટ્ સેફ હોઇ શકે જો તેની યોગ્ય માવજત કરવામાં આવી હોય તેમને દેખીતી રીતે જો તેમાં બગાડ દેખાતો હોય  તો જ તેને ફેંકવી જોઇએ. બગાડ કરતા બેકટેરીયા તેમાં ધ્યાનમાં આવે તેવી ગંધ, સ્વાદમાં  ફેરફાર અને ખોરાકના બંધારણમાં ફેરફાર કરતા હોય છે જે ધ્યાનમાં આવી જાય છે. ગુડવીન અનુસાર બાળકો માટેની ફુડ પ્રોડકટ્માં જ લેબલ ડેટને અનુસરવું જોઇએ.

ફ્રીઝમાં મુકેલ વસ્તુ બગડે?

ગુડવીન ભલામણ કરે છે કે જયારે તમને ખબર હોયકે લાવેલ પેકેટમાંથી બધો ખોરાક નહીં ખાઇ શકાય ત્યારે બાકીનો ખોરાક તરત જ ફ્રીઝમાં મુકવો જોઇએ. ફ્રીઝન કરેલ ખોરાક બગડતો નથી પણ જેટલો વધુ સમય તમે તેને ફ્રીઝમાં રાખો તેટલી તેની તાજગી અને કવોલીટીમાં ઘટાડો થાય છે. ઉપરાંત ફ્રીઝ ડીફ્રોસ્ટ કરતી વખતે તેને ફ્રીઝ બહાર ન મુકતા અંદર જ રહેવા દેવો જોઇએ.

તૈયાર ખોરાક કેટલા દિવસ રાખી શકાય?

ગુડવીન અનુસાર તમને તેના દેખાવ,ગંધ અને સ્વાદથી તે બગડયો છે કે નહીં તેની ખબર પડી જાય છે પણ તે કહે છે કે ચાર દિવસ થઇ ગયા હોય તેવો તૈયાર કરેલો ખોરાક ફેંકી દેવો જોઇએ, તેણી કહે છે આવા ખોરાકમાં ફ્રીઝમાં પણ બેકટેરીયા થઇ શકે છે તેથી ચાર દિવસથી વધુ વાસી હોય તેવો ખોરાક ન ખાવો જોઇએ (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(4:01 pm IST)