Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

૧૦ ડોગીઓએ ભેગા મળીને ભારેખમ ટ્રક ખેંચી

અમેરિકન એન્જિનીયરીંગ અને રોબોટિકસ ડિઝાઇન કંપની બોસ્ટન ડાયનેમિકસે એવા રોબો ડોગ તૈયાર કર્યા છે જે ચાર પગે ચાલે છે, કુદે છે અને સીડીઓ પણ ચડી શકે છે. કંપનીએ આ ડોગ અમુક-તમુક સામાન ઘરના દરવાજા સુધી ડિલીવર કરી શકાય એ માટે બનાવ્યા હતા.જોકે  એ  ઉપરાંત રોબોની તાકાત જોઇને તેમને લાગ્યું કે આ રોબો ઇમર્જન્સીમાં બચાવ કામગીરીમાં પણ મહત્વનો ભાગ ભજવી શકે એમ  છે. તાજેતરમાં   કંપનીએ આવા ૧૦ રોબો ડોગ ભેગા કર્યા અને તેમની સહિયારી શકિત વાપરીને એક ભારેખમ ટ્રક ખેંચી હતી. રોબો બે ફુટ લાંબો હોય  છે જેનું વજન ૨૫ કિલો છે. એમા ૧૭ જોઇન્ટ્સ છે જે ડોગીને ફલેકિસબલ રાખે છે. આ રોબો ડોગ ઘર, ઓફિસ, ગોડાઉન, ઇમર્જન્સી સર્વિસ જેવા અનેક  કામમાં મદદરૂપ થઇ શકે એમ છે. આ ડોગને ફુલ ચાર્જ કરેલ હોયતો ૯૦ મીનીટ સુધી એ કામ કરી શકે છે.

(3:50 pm IST)