Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શું તમને ટીબી છે ? આ છે ટીબી થવાના કારણો

ટીબી (ટ્યુબર કલોસીસ) એક સંક્રામન બીમારી છે. જે હવાના માધ્યમથી એક વ્યકિતથી બીજા વ્યકિત સુધી પહોચે છે. આ રોગ ફકત ફેફસામાં જ નહિં પણ શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે જેમકે કીડની, હાડકા, પેટ અને મગજ વગેરેમાં. આ રોગની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

ટીબી થવાનું કારણઃ યોગ્ય આહાર ન લેવો, ધૂમ્રપાન કરવાથી અને રોગપ્રતિકારક શકિત  ઓછી હોવાને કારણે ટીબી થાય છે. જો રોગપ્રતિકારક શકિત ઓછી હોય તો ડાયબિટીસ પણ થવાની શકયતા રહેલ છે. જો તમારી આંખોમાં ધૂંધળું દેખાય કે આંખની અંદર સોજો આવે તો ડૉકટર પાસેથી સારવાર લેવી.

ટીબીનો ઈલાજઃ ટીબીથી બચવા માટ. પૌષ્ટિક આહાર લેવો સાફ વાતાવરણમાં રહેવું અને ધૂમ્રપાનથી દુર જ રહેવું. જો તમને બે અઠવાઠિયાથી વધારે ખાસી રહેતો ડૉકટરની પાસે જવું. ટીબીના વ્યકિતએ ઉધરસ આવે કે છીક આવે તો મોં પર રૂમાલ રાખવો જેથી બીજાને ટીબીની બીમારી ન થાય.

ટીબીના લક્ષણઃ ઝીણો તાવ, કફ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી.

(9:48 am IST)