Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ધીરે ધીરે કોરોનથી છુટકારો મેળવી રહ્યું છે: છેલ્લા 24 કલાકમાં એક પણ સ્થાનિક કેસ પોજીટીવ ન આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોનાના કેસે પૂરા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલા આ વાઈરસે પૂરા વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, ત્યારે હવે ચીનથી આવતા અહેવાલો મુજબ ચીનમાં કોરોનાનો એક પણ સ્થાનિક કેસ સામે આવ્યો નથી. જે 34 નવા કેસો સામે આવ્યા છે, એ બધા વિદેશી નાગરીકો છે.

               ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાઈરસનો ચેપ લગભગ 81 હજાર લોકોને લાગ્યો છે, અને સાત હજારથી વધુ લોકોના આ વાઈરસના કારણે મોત થયા છે. જ્યારે ચીનના વુહાન અને હુબેઈ પ્રાતમાં આ વાઈરસને કારણે રેડ એલર્ટ બહાર પહાયું હતું. ત્યારે હાલમાં આવી રહેલા અહેવાલ મુજબ કોરોનાને કારણે ચીનમાં થઈ રહેલા મોતમાં ઘણો ઘટાડો નોંધાયો છે.

(6:27 pm IST)