Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

૧૨ ફુટની પિચકારીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અમેરિકન ટેલિવિઝન શો. 'લેટ્સ મેક અ ડીલ'માં એક જાયન્ટ પિચકારી પ્રેઝન્ટ કરવામાં આવી હતી જેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા વિશ્વવિક્રમ તોડનારી સૌથી જાયન્ટ પિચકારી ગણવામાં આવી હતી. ૧૯૯૦ની થીમના એપિસોડમાં આ પિચકારી રજૂ કરવામાં આવી હતી જેનું કદ ૧૨ ફૂટ અને ૭.૭૫ ઇંચ લાંબુ હતું અને એનું વજન ૧૭૦૦ કિલોથી વધુ હતું. આ પહેલાંની ૭ ફુટ લાંબી પિચકારી સૌથી લોન્ગેસ્ટનો રેકોર્ડ ધરાવતી હતી.

(3:52 pm IST)