Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સોશ્યલ મીડિયા પર જામ્યો છે ટ્રાયેન્ગલ ડાન્સનો ટ્રેન્ડ

ગયા મહિને ટિક ટોક એપ પર એક ગ્રુપે લોકોને ટ્રાયેન્ગલ ડાન્સની ચેલેન્જ આપી હતી જેને ડાન્સરસિયા લોકોએ જબરો પ્રતિસાદ આપ્યો છે. કપલ ડાન્સમાં જેમ બે જણ સાથે ડાન્સ કરતા હોય એમ ટ્રાયેન્ગલ ડાન્સમાં ત્રણ જણ સાથે ડાન્સ કરે છે. એમાં શરત એ છે કે ત્રણેય જણે એકબીજાને પકડી રાખીને રોમેન્ટિક ડાન્સ કરતા હોય એવું દેખાડવું પડે છે. આમ જોવા જઇએ તો બહુ સિમ્પલ લાગે એવી ચેલેન્જ છે, પણ કેટલાક લોકોને એ પણ નથી ફાવતું, જો કે સોશ્યલ મીડિયા પર યુવાનો, વૃદ્ધો, બાળકો એમ બધા જ લોકો ત્રિકોણિયા ડાન્સની કિલપ્સ અપલોડ કરવા લાગ્યાં છે.

(3:44 pm IST)
  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST