Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નવી મોબાઇલ એપ્‍લીકેશન マદયરોગના હુમલાનું જોખમ ઘટાડી શકશે

લંડન, તા., ૧૯: વૈજ્ઞાનીકોએ નવી મોબાઇલ એપ્‍લીકેશન વિકસાવી છે જે マદયરોગના હુમલા માટે કારણભૂત બનતી ‘એટ્રીઅલ ફાઇબ્રીલેશન'  ડીસીઝને ઓળખી કાઢશે. આ ડીસીઝને મોબાઇલ એપ્‍લીકેશનના માધ્‍યમથી દુનિયાભરમાં マદયરોગને અટકાવવા માટે ઉપયોગમાં લેવાઇ રહી છે.  マદયરોગના ૩૦૦ દર્દીઓ ઉપર રીસર્ચ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી અડધો અડધને એટ્રીઅલ ફ્રાઇબ્રીલેશનની તકલીફ હતી. આવા પેસન્‍ટને સ્‍માર્ટ ફોનના માધ્‍યમથી ઓળખી કાઢવામાં આવ્‍યા હતા. ૯૬ ટકા સચોટ રીઝલ્‍ટ આ એપ્‍લીકેશનથી આવ્‍યા છે. બીજા શબ્‍દોમાં કહીએ તો આ એપ્‍લીકેશન આપોઆપ એટ્રીઅલ ફાઇબ્રીલેશનના દર્દીઓને ઓળખી કાઢે છે. તેનુ જજમેન્‍ટ ખોટુ પડવાના ચાન્‍સ ખુબ જ ઓછા છે. આ એપ્‍લીકેશનથી હાર્ટ ફેલ્‍યોર, કોરોનરી ડીસીઝ અને વેન્‍ટ્રીકયુલર એકસ્‍ટ્રા સીસ્‍ટોલના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબીત થઇ શકે તેમ છે તેમ ફીનલેન્‍ડની યુનિવર્સિટી ઓફ ટરકુનુેં કહેવું છે. નજીકના દિવસોમાં સ્‍માર્ટ ફોન ધરાવતા તમામ લોકો માટે એટ્રીઅલ ફાઇબ્રીલેશનને આસાનીથી ઓળખી શકાશે.

(8:15 pm IST)