Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શૈક્ષણિક સફળતા શોષણનો ભોગ બનેલાં બાળકોમાં અપરાધી વર્તનનું પ્રમાણ ઘટાડે

ન્‍યુયોર્ક તા. ૧૯: પરીક્ષામાં સારા માકર્સને કારણે જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકોમાં ગુનાહિત વર્તનનું પ્રમાણ ઘટવાની શકયતા હોય છે એમ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ જણાવ્‍યું હતું. ભાવનાત્‍મક અને જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકોમાં ભવિષ્‍યમાં ગુના કરવાની વૃત્તિ પ્રબળ બનવાની શકયતા ધ્‍યાનમાં રાખતાં યુનિવર્સિટી ઓફ મિશિગનના નિષ્‍ણાતોએ આ સંશોધન હાથ ધર્યું હતું.

જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકોમાં આપમેળે વિકસતી ગુનાહિત વૃત્તિ સ્‍કુલમાં સારા માકર્સ અને એ નિયમિત રીતે સ્‍કૂલમાં હાજરીથી નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. જાતીય શોષણને કારણે બાળકોમાં સમાજવિરોધી પ્રવૃત્તિ ઉપરાંત માનસિક અને શારીરિક આરોગ્‍ય પર અસર, ડ્રગ્‍સ અને આલ્‍કોહોલનાં વ્‍યસનો હિંસક સ્‍વભાવ તથા સામાજિક-આર્થિક પછાતપણાનાં જોખમો વધે છે, પરંતુ એ જોખમો ઘટાડવામાં શૈક્ષણિક અને કેળવણીની સિદ્ધિઓ મહત્‍વપૂર્ણ નીવડે છે.

(2:39 pm IST)