Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ઇંગ્‍લેન્‍ડમાં સંબંધોના લીરેલીરા ઉડાડતો કિસ્‍સોઃ એક માતાએ પોતાની જ પુત્રીના બોયફ્રેન્‍ડને છીનવી લીધોઃ બંને ઘર છોડીને ભાગી ગયા

પ્રેમમાં જ્યારે દગો થાય ત્યારે ખુબ જ ખરાબ સ્થિતિ સર્જાતી હોય છે. ઈંગ્લેન્ડથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો. 29 વર્ષના રાયન શેલ્ટોન આ બાજુ તેની ગર્લફ્રેન્ડે બીજા બાળકને જન્મ આપ્યો અને બીજી બાજુ તે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો. તેની ગર્લફ્રેન્ડ જેસ એલરિઝ 24 વર્ષની છે જ્યારે માતાની ઉંમર 44 વર્ષની છે. જેસને રાયનથી જ આ બીજુ બાળક છે.

માતા સાથે રહેવાનું શરૂ કરતા જ આવી ગઈ મુસીબત

રાયન શેલ્ટોન બે બાળકોનો પિતા છે. જો કે તેણે જેસ સાથે લગ્ન કર્યા નહતા. થોડા સમય પહેલા જ કપલે નક્કી કર્યું કે તે જેસની માતા જોર્જિના અને તેના પતિ એરિક સાથે રહેશે.

ગર્લફ્રેન્ડને છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા

આ મામલો ઈંગ્લેન્ડનો છે. મેટ્રોના છપાયેલા અહેવાલ મુજબ હોસ્પિટલથી 28 જાન્યુઆરીના રોજ જેસ ઘરે આવી. તેણે રયાનના બાળકને જન્મ આપ્યો હતો. ઘરે આવતા જ તેને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ રાયન શેલ્ટોન તેની માતા સાથે રિલેશનશીપમાં છે. રયાન અને જેસની 44 વર્ષની માતા ત્યાંથી 48 કિમી દૂર એક નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જેસ કહે છે કે આ દગો છે. એક નાનીએ તેના પૌત્રોને પ્રેમ કરવો જોઈએ, તેના પિતાને નહીં.

રાયને આપ્યો ગર્લફ્રેન્ડને દગો

જેસ અને રાયનને બે બાળકો છે. પરંતુ રાયને તેની ગર્લફ્રેન્ડને દગો કર્યો અને તેની માતા સાથે બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયો. જેસની જેસની માતા જોર્જિયાને 6 પૌત્ર-પૌત્રી છે.

નવા ઘરમાં શિફ્ટ થયા બાદ શરૂ થયું અફેર

મેલ ઓનલાઈનના અહેવાલ મુજબ જેસે જણાવ્યું કે તેની માતાએ નવા ઘરમાં શિફ્ટ થયા બાદથી જ તેના બોયફ્રેન્ડ સાથે ફલર્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું અને તેની માતા સાથે તેની આ અંગે વાત પણ થઈ હતી. આ સમગ્ર મામલે હવે તેની માતા તો એમ કહે છે કે આપણે એ નક્કી કરી શકીએ નહીં કે આપણે કોને પ્રેમ કરીએ.

(5:01 pm IST)
  • ટૂલ કિટ કેસ : દિશા રવિની માગ પર ત્રણ ન્યૂઝ ચેનલને હાઈકોર્ટની નોટિસ: પર્યાવરણ કાર્યકર દિશા રવિએ કરેલી અરજીને પગલે દિલ્હી હાઇકોર્ટે ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી તેમ જ ત્રણ જેટલી ટીવી ચેનલ્સને નોટિસ પાઠવી :દિશા રવિએ પોલીસને તપાસની વિગત લીક કરતાં રોકવા અને આ કેસમાં મીડિયા જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરે તેવી માગણી સાથે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા access_time 12:49 am IST

  • પશ્ચિમ બંગાળમાં અમિતભાઇ શાહને કાળા ઝંડા બતાવાયા : ભીડમાંથી નીકળી બેરીકેટ પર ચડી ગઈ મહિલા: દક્ષિણ પરગણા જિલ્લાના નામખાનામાં અમિતભાઇ શાહ પરિવર્તન યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા પહેલા સભા સંબોધન કરતા હતા ત્યારે એક મહિલા ઇન્દિરા મેદાનમાં બનેલી બેરીકેટ પર ચડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને કાળો ઝંડો બતાવ્યો access_time 12:35 am IST

  • કુંભ મેળામાં ૨૨ મહિલા કમાન્ડો ચાંપતી નજર રાખશે : એન્ટી ટેરરીસ્ટ ઓપરેશનની તાલીમ લ્યે છે : દહેરાદૂનના ટિહરી ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ૨૨ મહિલા કમાન્ડોને એન્ટી ટેરરીસ્ટ ઓપરેશન માટેની કઠીન તાલીમ અપાઇ રહી છે. આ ઉત્તરાખંડની પ્રથમ મહિલા એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની સભ્યો છે. ડીજીપી અશોક કુમારે કહ્યુ કે હવે મહિલાઓ કોઇ પણ રીતે પુરૂષોથી 'કમ' નથી. આ મહિલા કમાન્ડોની ટ્રેનીંગ ચાલુ છે. અને તેમને પ્રથમ એસાઇનમેન્ટ આ વર્ષના એપ્રિલમાં યોજાયેલ કુંભ મેળાનું અપાશે. access_time 10:15 am IST