Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મેક્સિકોમાં ગરોળી જેવો દેખાતો આ જીવ પોતાના શરીરના અંગ કપાઈ ગયા પછી જાતે જ ઉગાડી શકે છે પોતાના અંગો

નવી દિલ્હી: મેકસિકોમાં ગરોળી જેવો દેખાતો એકસલોટ્લ નામનો જીવ પોતાના શરીરના અંગો કપાઇ જાયતો ફરીથી ઉગાડી શકે છે. તેની ખાસિયતના કારણે અમર જીવનું ઉપનામ મળ્યું છે. એવું પણ જોવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં તે હાડકા,નસ અને માંસ સાથે અંગેને એજ સ્થાને ઉગાડવા સક્ષમ છે. તે પાણી અને જમીન પર સરળતાથી રહી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એકસોલોટલ કરોડરજજુમાં ઇજ્જા થઇ હોયતો તે જાતે રિપરે કરવાની ક્ષમતા ધરાવે છે.

વિએનાનું રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ મોલિકયૂલર પેથોલોજીના તબીબ પ્રયોગશાળામાં એકસોટોલ વધારવાની દિશામાં કામ કરી રહયા છે. વૈજ્ઞાનિકોએ કોષોને શોધી રહયા છે જે અંગોને ફરી પેદા થવા માટે ભૂમિકા ભજવે છે. સમગ્ર સમજવા માટે એકસોલોટલના જીનને સમજવાની તાતી જરુરીયાત જણાય છે. તેના જીનોમની સંખ્યા ખૂબ હોવાથી અત્યાર સુધી તેને સમજવાએ શકય બન્યું નથી.

(6:42 pm IST)