Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઓએમજી ......ફ્રાંસની સરકારે લીધો અનોખો નિર્ણય:ખાદ્યપદાર્થ ઉપરાંત અન્ય સામગ્રીને વેડફવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: ફ્રાન્સે ખાદ્ય પદાર્થને વેડફવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો છે. ફ્રાન્સ તે વિશ્વનો પ્રથમ દેશ છે કે જેણે આવો નિર્ણય લીધો છે. અહીંની સંસદે હવે ખાદ્યપદાર્થ ઉપરાંત અન્ય સામગ્રીને વેડફવા સામે પ્રતિબંધ અમલી કરવા પણ નિર્ણય લીધો છે. જર્મનીના પર્યાવરણ પ્રધાન સ્વેન્યા શુલત્સ પણ નવી માલસામગ્રીને નષ્ટ કરવાનો વિરોધ કરી રહ્યા છે. સામગ્રીનો નાશ થતો રોકવા આવનારા દિવસમાં જર્મની પણ પ્રતિબંધ લાદવા વિચારી રહ્યું છે.

એચએનએમ અને બરબરી જેવી મોટી ફેશન કંપનીઓ જે સામગ્રીનો ઉપયોગ સંભવ હોય તેવા માલસામાનને પણ પોતાના વેરહાઉસમાં બાળી દેતા હોવાના અહેવાલો મીડિયામાં ચમકતાં જર્મની અને ફ્રાન્સે કંપનીઓ સામે પગલાં લેવા આદેશ કર્યા છેએમેઝોન, સાલાન્ડો અને ઓટો જેવી ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મની રિટેલ કંપનીઓ સંખ્યાબંધ કંપનીઓ દ્વારા તૈયાર થયેલો માલસામાન એક સ્થાને વેચતા હોય છે. આવી વેબસાઇટ પર લગામ લગાવવાની દિશામાં પણ વિચારણા થઇ રહી છે.

(6:41 pm IST)