Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઓસ્ટ્રેલિયા:4000 ફૂટ ઉપર બે પ્લેન સામસામે અથડાતા ચાર લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયામાં બુધવારના રોજ બે વિમાનો વચ્ચે થયેલ અથડામણમાં ચાર લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે ટક્કર પછી પ્લેનનો સર સમાન મેલબર્નના  ગ્રામીણ વિસ્તારમાં ફેલાયો હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લગભગ 4 હજાર ફૂટ ઉપર આકાશમાં વિમાન ટકરાયું જેમાં બે પાયલોટ સહીત એક યાત્રીનું  મૃત્યુ નીપજ્યું છે. મામલે પોલીસ તપાસ કરી રહી છે. બીજું વિમાન ક્યાંથી આવી રહ્યું હતું તે હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી.

(6:39 pm IST)