Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

આવાં કપડાં તમે પહેરો ખરા ?

લંડનમાં કિંગ ક્રોસ સ્થિત યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાં ગ્રેજયુએટ થયેલી ફેશન-ડિઝાઇનર ડેઇઝી મે કોલિનબ્રિજે માનવ શરીરરચનાની અતિશયોકિતભરી સજાવટ માટે જુદાં-જુદાં કાલ્પનિક પાત્રોની ઓળખના ફ્લેશ સૂટ્સ બનાવ્યા છે. કોટન અને જર્સી ફેબ્રિકસના ઉપયોગથી બર્ટ, હિલરી, કલાઇવ, ડેવ, અને લિપ્પી જેવાં નામ ધરાવતાં કાલ્પનિક પાત્રોનાં નામ સાથે વિશિષ્ટ ડિઝાઇન ધરાવતા ડ્રેસ ટેકસટાઇલ આર્ટિસ્ટ ડેઇઝી મેએ તૈયાર કર્યા છે. માનવદેહનો આદર્શ આકાર હોતો નથી. ધારણાને આધાર બનાવીને સ્ટફ્ડ ફેબ્રિકસના ડ્રેસ બનાવ્યા છે. એ પાંચ પાત્રોની ઓળખના ડ્રેસમાં દેહરચનાની અતિશયોકિતભરી પ્રસ્તુતિના ઉદ્દેશથી ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

(3:37 pm IST)