Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કોલબિયાંમાં કાર વિસ્ફોટની ઘટનામાં 7ના મૃત્યુ:11 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:દક્ષિણી અમેરિકી દેશ કોલબિયાંના પશ્ચિમી વિસ્તારમાં મંગળવારના રોજ એક કાર વિસ્ફોટ થવાના કારણોસર ઓછામાં ઓછા સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 11ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક સેનાના કમાંડર મેજર જનરલ જોર્જ ઇસાક્સ હોયોસ રોજાસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ સોમવારના રોજ સાંજના સમયે રોજા નગર જિલ્લામાં રાજમાર્ગ પર કારમાં થયો હતો.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વિસ્ફોટ ક્ષેત્રીય સૈન્ય વિસ્તારને લક્ષિત કરીને કરવામાં આવ્યો હતો પરંતુ કહેવાય રહ્યું છે કે જન સેવામાં એક વાહનમાં આ વિસ્ફોટ થયો હતો.આ એક હુમલો નથી આ જન સેવાથી જોડાયેલ વાહન હતું જે પોસ્ટોથી કાલી શહેર જઈ રહ્યું હતું.

(6:18 pm IST)