Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પાકિસ્તાનના કવેટામાં બોંબ ધમાકામાં 7લોકોના મૃત્યુ: 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:પાકિસ્તાનના બલુચિસ્તાનના કવેટામાં મંગળવારના રોજ એક ધમાકો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે આ ઘટનામાં સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 20 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ દુર્ઘટના શારા એ ઇકબાલ રોડ પર કવેટા પ્રેસ નજીક બની હોવાનું માલુમ પડી રહ્યું છે.  જેની સરહદ અફઘાનિસ્તાન ઇરાન સાથે પણ લાગે છે. હોસ્પિટલના એક અધિકારીના હવાલાથી રોયટરે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધી 7 મૃતદેહોને લાવવામાં આવ્યા છે. સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે, આ ઘડાકો ક્વેટા પ્રેસ ક્લબ નજીક થયો છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(6:16 pm IST)