Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ફ્રાન્સમાં હેલીકૉપટરની મદદથી રિસોર્ટમાં સૂકી જગ્યા પર બરફ પાથરવામાં આવ્યો

નવી દિલ્હી: ફ્રાન્સમાં એક ફ્રેન્ચ સ્કી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી સૂકી જગ્યા પર બરફ ડિલિવર કર્યો હતો. લુશોન-સુપરબેન્ગરી રિસોર્ટ દર વર્ષે બરફ પર સ્કીઈંગનું આયોજન કરે છે, પણ નસીબજોગે આ વર્ષે અહીં દૂર-દૂર સુધી બરફ નથી, આથી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી આશરે 50 ટન બરફના સ્લોટ ડિલિવર કર્યા છે. આ બરફ માઉન્ટેન પરથી કલેક્ટ કરવામાં આવ્યો હતો. બરફ લાવવામાં રિસોર્ટને 3.87 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

                                             યુરોપથી દર વર્ષે હજારો પ્રવાસીઓ પેરિનિસ માઉન્ટેન સ્કીઇંગ કરવા માટે આવે છે. આ પર્યટકોને ઉદાસ ન થવું પડે એટલે તાબડતોડ બરફની વ્યવસ્થા કરી હતી. ફ્રાન્સમાં ફેબ્રુઆરી-માર્ચમાં સ્કૂલમાં રજા હોય છે, આથી આ સમયે રિસોર્ટ ઘણો વ્યસ્ત રહે છે. રિસોર્ટના મેનેજરે જણાવ્યું કે, અમે 100 લોકોને રોજગારી આપીએ છીએ. તેમાં સ્કી ટીચર, લિફ્ટ ઓપરેટર અને હેલ્પર જેવા લોકો સામેલ છે.

(6:14 pm IST)