Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પર્યાવરણની રક્ષા માટે માનવ શબમાંથી બનાવાશે ખાતર ?

અમેરીકામાં આવી માન્યતા આપનાર વોશીંગ્ટન પહેલુ રાજ્ય

વોશીંગ્ટનઃ કોઇપણ વ્યકિતના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટે દુનિયાભરના ધર્મોમાં વિભીન્ન પ્રકારના રિત-રિવાજો છે. શબને બાળવાથી માંડીને દફનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

પણ તમે કયારે વિચાર્યુ છે કે માણસના મૃત શરીરમાંથી પણ ખાતર બનશે. અમેરિકામાં ખાસ પ્રક્રિયા દ્વારા મૃત્યુ પછી માનવીય શરીરને ખાતરના રૂપમાં પરિવર્તિત કરવામાં આવશે. અમેરિકાનુ વોશીંગ્ટન રાજ્ય આ પ્રક્રિયાને કાયદાકીય માન્યતા આપનાર પહેલું રાજ્ય બની ગયુ છે.

જાણકારોનું માનવામાં આવે તો આ માનવીય ખાતર પર્યાવરણ માટે ઉપયોગી અને અનુકુળ હશે. અમેરીકાના સીએરલમાં આવેલ કારપેન્ટર - બોગ્સ નામની કંપનીના વૈજ્ઞાનિકો આ પ્રક્રિયા પર રિસર્ચ કરી રહ્યા છે. લગભગ આવતા વર્ષે પહેલુ માનવીય ખાતર બજારમાં મળતુ થઇ જશે. આ પ્રક્રિયાને  કંપોઝીશન કહેવામાં આવે છે. પરિવારજનો પોતાના પ્રિયજનને  રાખની જેમ સુરક્ષીત રૂપે વિખેરી શકશે.

માનવીય ખાતર  તૈયાર કરવામાં ૪ થી ૬ અઠવાડીયાનો સમય લાગે છે. પ્રક્રિયામાં શબને સ્ટીલ કન્ટેનરમાં લાકડાની ચીપ્સ, અલ્ફાલ્ફા અને વરાળ સાથે રાખવામાં આવ ેછે. વિભીન્ન ગેસોને નિયંત્રિત કરવામાં આવે છે. અને પછી ધીરે ધીરે  અપઘટનનો દર વધારવામાં આવે છે.

વોશિંગ્ટનમાં દર વર્ષે ૭૫ ટકા લોકોને  દફનાવવામાં આવે  છે. ખાતરના કારણે માટી તો  ઉપજાવ બનશે જ તે ઉપરાંત કબ્રસ્તાનોની સંખ્યામાં પણ ઘટાડો થશે. તેના માટેની જમીનનો યોગ્ય ઉપયોગ થઇ શકશે. અમેરીકામાં અગ્નિ સંસ્કાર દરમ્યાન ૮ લાખ બેરલ ઓઇલ બાળવામાં આવે છે. અને તેના લીધે થતા પર્યાવરણના નુકશાનને પણ આ પ્રક્રિયા થી ઘટાડી શકાય છે.

(3:30 pm IST)