Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગર્ભનાળમાંથી સ્મૂધી બનાવીને વેચવાના બિઝનેસ માટે અભિનેત્રીએ અભિનયનું ક્ષેત્ર છોડી દીધું

લંડન, તા.૧૮: ઇંગ્લેન્ડના નોર્વિચમાં રહેતી ૩૪ વર્ષની નિક્કી વેલિંગની પહેલી વાર ૬ વર્ષ પહેલાં ડિલિવરી થઈ હતી અને એ વખતે તેણે ખૂબ હતાશા અનુભવી હતી. બીજી વાર ચાર વર્ષ પહેલાં પ્રસૂતિ થઈ અને એ વખતે તેણે પોતાની ગર્ભનાળની સ્મૂધી બનાવીને પીધી. એ પછી તે ખૂબ સારું ફીલ કરવા માંડી. પ્રસૂતિ બાદની હતાશા પણ ખંખેરાઈ ગઈ હોય એવી તાજગી તે અનુભવી રહી હતી.

પોતાને થયેલા આ અનુભવને અન્ય માતાઓ સાથે વહેંચવા નિક્કીએ તેની અભિનેત્રી તરીકેની કારકિર્દી ત્યજીને ગર્ભનાળ સ્મૂધી કે કેપ્સ્યુલનો બિઝનેસ શરૂ કર્યો છે.

પ્રસૂતિ બાદની હતાશા દૂર કરવા માટે તે કાંઈ પણ કરવા તૈયાર હતી. નિક્કીએ ગર્ભનાળ સાથે વિવિધ બેરીઝનું પીણું બનાવીને પીધું જેને કારણે તેને ઝડપી રિકવરી થઈ હોવાનું પણ નિક્કી જણાવે છે.ગર્ભનાળની પહેલી સ્મૂધી પીધા પછી માત્ર ૩૦-૪૦ મિનિટમાં મને દ્યણું સારું ફીલ થતું હતું અને મેં મારી આ ખુશી અન્ય માતાઓ સુધી પહોંચાડવા માટે અભિનેત્રી તરીકેનું કામ છોડીને ગર્ભનાળની સ્મૂધી કે કેપ્સ્યુલનો બિઝનેસ શરૂ કર્યો છે.

(11:54 am IST)